દેશની 8 હાઇકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂંક
દેશની 8 હાઇકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂંક
Published on: 06th September, 2026

દેશની વિવિધ આઠ હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂંક અંગે કેન્દ્ર સરકારે શનિવારે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ નિમણૂંકો સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ બાદ કરવામાં આવી છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે, દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ વલ્લુરી કામેશ્વર રાવને પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રવિન્દ્ર વી. ઘુગે કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનશે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.