છોટા ઉદેપુર: નસવાડીની ભાખા પ્રા. શાળામાં આનંદમેળો યોજાયો.
છોટા ઉદેપુર: નસવાડીની ભાખા પ્રા. શાળામાં આનંદમેળો યોજાયો.
Published on: 13th April, 2026

નસવાડી તાલુકાની ભાખા પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો, જે યાદગાર પ્રસંગ રહ્યો. વિદ્યાર્થીઓએ જુદા જુદા ગ્રુપ બનાવી ખાણી-પીણીના સ્ટોલ્સ ઉભા કર્યા. જેમાં પાણીપુરી, ભેળ, પૌંઆ, લચ્છી અને આઈસ્ક્રીમ જેવા વિવિધ નાસ્તાઓએ આકર્ષણ જમાવ્યું. વિદ્યાર્થીઓએ વેચાણ સંભાળી વ્યવસાયનો અનુભવ મેળવ્યો. ગ્રામજનો અને S.M.C. સભ્યો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા. મંદિરના પૂજારીએ આશીર્વાદ આપ્યા.