IndiaMART સહિત 7 ઓનલાઈન પ્લેટફોર્મ પર વિસ્ફોટક પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી
કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ (CCPA) એ IndiaMART, TradeIndia, Justdial સહિત 7 ઓનલાઈન પ્લેટફોર્મ પર વિસ્ફોટક પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે કડક કાર્યવાહી કરી છે. આ પ્લેટફોર્મ પરથી એમોનિયમ નાઈટ્રેટ, ગનપાઉડર જેવા પદાર્થોનું લિસ્ટિંગ હટાવવામાં આવ્યું છે. CCPA એ Dial4Trade અને ExportersIndia પર ₹30 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે IndiaMART અને Justdial સામે તપાસ ચાલુ છે. ગેરકાયદે વેચાણ અંગે ગ્રાહકો 1915 પર ફરિયાદ કરી શકે છે.
