અમરેલીમાં ટેક્નિકલ કર્મચારીઓની અછત, ઓવરટાઇમ અને કામના ભારણ મુદ્દે મંડળની રજૂઆત
અમરેલીમાં ટેક્નિકલ કર્મચારીઓની અછત, ઓવરટાઇમ અને કામના ભારણ મુદ્દે મંડળની રજૂઆત
Published on: 07th October, 2026

અમરેલી વર્તુળ કચેરી ખાતે અધિક્ષક ઇજનેર ડામોર ની અધ્યક્ષતામાં LCC બેઠક યોજાઈ. જેમાં ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના હોદ્દેદારો અને વિવિધ વિસ્તારોના પ્રતિનિધિઓ હાજર રહ્યા. બેઠકમાં ટેકનિકલ કર્મચારીઓની સલામતી, સાધનોની ઉપલબ્ધતા, જોખમી કામગીરીનું વિતરણ, FRT ટીમમાં પૂરતો સ્ટાફ, સ્માર્ટ મીટર બદલવાની કામગીરી એજન્સી મારફતે કરાવવી, ઓવરટાઈમ-રજાના નિયમોનો અમલ, GSO-4 મુજબ સ્ટાફ, ઉના ડિવિઝનમાં મીટર ટેસ્ટરની અછત, પ્રમોશન બાદ જગ્યાઓ ભરવા, અને બિનજરૂરી કેશ કલેક્શનનું કામ ન સોંપવા જેવા મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી.