ઈશ્વરસિંહ પટેલની જાહેરાત, વલ્લભદાસે લોકોપયોગી કામ બતાવવું પડશે, નહિંતર હું રાજકારણ છોડી દઈશ.
ઈશ્વરસિંહ પટેલની જાહેરાત, વલ્લભદાસે લોકોપયોગી કામ બતાવવું પડશે, નહિંતર હું રાજકારણ છોડી દઈશ.
Published on: 13th April, 2026

ભરૂચ હાંસોટ તાલુકા ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે કોંગ્રેસ પ્રમુખ વલ્લભદાસ પર પ્રહારો કર્યા. વલ્લભદાસે કરેલું એક પણ લોકોપયોગી કામ બતાવે તો પોતે રાજકારણ છોડી દેશે એવું ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું. સત્તાની લાલસાથી વલ્લભદાસ કોંગ્રેસમાં ગયા અને ફરી BJP માં આવવા માંગતા હતા, પણ મેળ ન પડ્યો. આ વખતે કોંગ્રેસને ઉમેદવાર ન મળતા પરિવારે ઉમેદવારી કરી, પણ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતમાં ભગવો જ લહેરાશે.