અલ્લાહાબાદ હાઇકોર્ટ: નિયમોનું પાલન કરતી મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે
અલ્લાહાબાદ હાઇકોર્ટ: નિયમોનું પાલન કરતી મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે
Published on: 08th October, 2026

સહારનપુરની આયેષા મસ્જિદના સંચાલકોની અરજી પર સુનાવણી કરતાં અલ્લાહાબાદ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો મસ્જિદો ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરતી હોય, તો પોલીસ અને જિલ્લા પ્રશાસન દ્વારા પાંચ વખતી નમાઝ પઢવામાં કોઈ ખલેલ પહોંચાડવામાં ન આવે. અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ અરજદાર મસ્જિદ સંચાલકોનો અધિકાર છે. જોકે, કોર્ટે નિયમોનું પાલન કરવા માટે સોગંદનામું રજૂ કરવાની શરત મૂકી છે. નિયમોનું ઉલ્લંઘન થશે તો પોલીસ પ્રશાસન કાર્યવાહી કરવા સ્વતંત્ર રહેશે.