એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા કોનો સામનો કરશે?
એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા કોનો સામનો કરશે?
Published on: 29th September, 2026

એશિયન ગેમ્સ 2026માં ભારતીય ક્રિકેટ ટીમનો સેમિફાઇનલમાં મુકાબલો શ્રીલંકા સામે થશે. શ્રીલંકા અને નેપાળ વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચ વરસાદના કારણે રદ થતાં, રેન્કિંગના આધારે શ્રીલંકા સેમિફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય ટીમ પણ વરસાદને કારણે અફઘાનિસ્તાન સામેની ક્વાર્ટર ફાઈનલ રદ થતાં શાનદાર રેન્કિંગના આધારે સેમિફાઇનલમાં પહોંચી છે. હવે આ મેચમાં જીતનારી ટીમ ગોલ્ડ મેડલ માટે ફાઇનલ રમશે, જ્યારે હારનારી ટીમ બ્રોન્ઝ મેડલ માટે રમશે. ભારતીય પુરુષ ટીમ પણ ગોલ્ડ મેડલ જીતવા માટે પ્રયત્નશીલ છે.