હાલારના 26 ડેમોમાં નહીવત જળ: દેવભૂમિ અને જામનગર જિલ્લામાં વરસાદની ભારે ઘટ
હાલારના 26 ડેમોમાં નહીવત જળ: દેવભૂમિ અને જામનગર જિલ્લામાં વરસાદની ભારે ઘટ
Published on: 04th October, 2026

ચોમાસાની વિદાય ટાંકણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 83.55% અને જામનગર જિલ્લામાં 56.74% વરસાદની ઘટ નોંધાઈ છે. ચાલુ વર્ષે હાલારના 26 ડેમોમાં નહીવત જળ છે, જેમાં આઠ જળાશયો સુકા મેદાન બન્યા છે. દેવભૂમિના કલ્યાણપુર પંથકની જીવાદોરી સમાન સાની ડેમ પણ ખાલીખમ છે. જામનગર જિલ્લાના 3.44 લાખ હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 2.14 લાખ હેકટરમાં મગફળી સહિતના પાકોનું વાવેતર થયું છે, પરંતુ વરસાદના અભાવે પાકનું ચિત્ર ચિંતાજનક બન્યું છે.