વિશ્વના સૌથી મોટા કાર્ગો વિમાન એન્ટાનોવ 'રુસલાન' નું નવી મુંબઈમાં સફળ આગમન
વિશ્વના સૌથી મોટા કાર્ગો વિમાન એન્ટાનોવ 'રુસલાન' નું નવી મુંબઈમાં સફળ આગમન
Published on: 03rd September, 2026

વિશ્વના સૌથી મોટા અને શક્તિશાળી માલવાહક વિમાનોમાંના એક ગણાતાં 'એન્ટાનોવ એએન-૧૨૪ રુસલાન' એ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સફળતાભેર લેન્ડિંગ કર્યું. આ વિમાન અબુધાબીથી આશરે ૪૬ ટન વજનનો વિશેષ માલ લઈને આવ્યું હતું. તેની ખાસ રચનાને લીધે મોટા કદની મશીનરી અને ભારે વસ્તુઓને સરળતાથી ચઢાવી-ઉતારી શકાય છે, જે તેને ભારે માલસામાનની હેરફેર માટે વિશ્વભરમાં જાણીતું બનાવે છે.