૨૦૨૬ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કોલકત્તામાં નદીમાં યોજાશે અનોખો સામૂહિક યોગ કાર્યક્રમ
૨૦૨૬ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કોલકત્તામાં નદીમાં યોજાશે અનોખો સામૂહિક યોગ કાર્યક્રમ
Published on: 19th June, 2026

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬ નિમિત્તે કોલકત્તામાં એક અનોખું આયોજન જોવા મળશે. શહેરના ઐતિહાસિક બાબુઘાટ અને હૂગલી નદીમાં ૫૦૦ થી વધુ નૌકાઓ પર હજારો લોકો એકસાથે યોગ કરશે. આ નૌકાઓને એવી રીતે ગોઠવવામાં આવશે કે ઉપરથી જોતા યોગની વિવિધ મુદ્રાઓ જેવી આકૃતિઓ સર્જાતી દેખાશે. આ વિશાળ કાર્યક્રમ દ્વારા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાની પણ સંભાવના છે. જમીન અને નદી બંને સ્થળે યોજાતા આ કાર્યક્રમો યોગ દિવસને વધુ વિશેષ બનાવશે.