ડભોઇ APMC ગ્રાઉન્ડમાં નવરાત્રિ મહોત્સવનું ભૂમિપૂજન
ડભોઇ APMC ગ્રાઉન્ડમાં નવરાત્રિ મહોત્સવનું ભૂમિપૂજન
Published on: 23rd September, 2026

ડભોઇ APMC ગ્રાઉન્ડ ખાતે ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રૂપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ-2026ના 9મા વર્ષમાં પ્રવેશ પૂર્વે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે વિધિવત ભૂમિપૂજન સંપન્ન થયું. આ વર્ષે પણ "નો તિલક, નો એન્ટ્રી" ની પ્રથા યથાવત રહેશે અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ટ્રેડિશનલ ડ્રેસ કોડ ફરજિયાત રહેશે. પ્રસિદ્ધ ગાયક હાર્દિક શાહના કંઠે ગરબાની રમઝટ જામશે, જ્યારે ખેલૈયાઓ માટે પ્રવેશ નિઃશુલ્ક છે.