12%થી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓ માટે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત
12%થી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓ માટે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત
Published on: 10th July, 2026

કેન્દ્ર સરકારે ડ્રગ્સ રૂલ્સ, 1945માં મહત્વપૂર્ણ ફેરફાર કરીને 30 મિલીથી વધુ માત્રા અને 12 ટકાથી વધુ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતી તમામ ઓરલ દવાઓ, જેમ કે કફ સિરપ અને ટોનિકને હવે 'Schedule H1' હેઠળ સામેલ કરી છે. નવા નિયમ મુજબ આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાશે નહીં. સાથે જ મેડિકલ સ્ટોર સંચાલકો માટે વેચાણનો સંપૂર્ણ રેકોર્ડ રાખવો અને બોટલ પર ચેતવણીનું લેબલ લગાવવું ફરજિયાત રહેશે. આ નિયમ જાન્યુઆરી 2027થી અમલમાં આવશે.