ખાવાની વસ્તુ છાપામાં પેક  કરી વેચનાર સામે કાર્યવાહી થશે
ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે કાર્યવાહી થશે
Published on: 08th June, 2026

સમોસા-કચોરી  અથવા અન્ય ખાવાની વસ્તુઓ વેચતા દુકાનદારો માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ મોટી ચેતવણી જારી કરી છે. ભારતમાં ખાદ્ય સુરક્ષાનો ખ્યાલ રાખનારી એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે જો કોઇ દુકાનદાર ખાવાની વસ્તુઓ અખબારમાં બાંધીને વેચશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.