પોલીસથી કંટાળી પોલીસ સ્ટેશન પાસે 5 લાખ મૂકી ભાગ્યો.
પોલીસથી કંટાળી પોલીસ સ્ટેશન પાસે 5 લાખ મૂકી ભાગ્યો.
Published on: 20th May, 2026

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં સુરતની ફેક્ટરીમાંથી 11.85 લાખની ચોરી બાદ, ચોર લાલો ઉર્ફે રાજુ પોલીસથી બચવા પરિવારને વતન મોકલી, પોતે છૂપાઈ ગયો. ચોરીની કબૂલાત અને પૈસા પાછા આપવાની ચિઠ્ઠી સાથે 5 લાખ રૂપિયા ફેક્ટરીના ગેટ પર મૂકી ભાગ્યો. પોલીસે તેને ઇડલી-ઢોંસાની લારી પરથી ઝડપી પાડ્યો. તેણે ચોરીના પૈસાથી જમીન, બોર, ટ્રેક્ટર અને બે મકાન ખરીદ્યા હતા.