પંચમહાલમાં ભીષણ આગમાં ત્રણ શ્રમજીવી પરિવારોના કાચા મકાનો ભસ્મીભૂત
પંચમહાલમાં ભીષણ આગમાં ત્રણ શ્રમજીવી પરિવારોના કાચા મકાનો ભસ્મીભૂત
Published on: 10th June, 2026

કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં સોમવારે સાંજે અચાનક ભીષણ આગ લાગતાં ત્રણ શ્રમજીવી પરિવારોના કાચા મકાનો સળગીને ખાખ થઈ ગયા હતા. અગમ્ય કારણોસર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે બાજુબાજુમાં આવેલા મકાનો પણ તેની લપેટમાં આવી ગયા હતા. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં પરિવારનો ઘરવખરી, અનાજ, ઘાસચારો, રોકડ અને દાગીના સહિતનો તમામ કિંમતી સામાન બળીને નષ્ટ થઈ ગયો હતો.