ભાવનગર-ગિર સોમનાથ નેશનલ હાઈવે પર પ્રાણઘાતક અકસ્માતો
ભાવનગર-ગિર સોમનાથ નેશનલ હાઈવે પર પ્રાણઘાતક અકસ્માતો
Published on: 04th October, 2026

ભાવનગરથી મહુવા સુધીના ૯૫ કિલોમીટરના નેશનલ હાઈવે પર રેઢીયાર પશુઓના ટોળાને કારણે દર બે દિવસે એક ગંભીર અકસ્માત સર્જાય છે. આ અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ગંભીર ઈજાઓ પણ થઈ છે. માર્ગ નવીનીકરણ બાદ નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી હોવા છતાં, તંત્ર પશુઓને માર્ગથી દૂર રાખવા કે બંધ પડેલા વાહનોને હટાવવા માટે કોઈ પગલાં લેતું નથી. આ નિંભરતાને કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.