કરજણ નજીક અકસ્માતમાં 1નું મોત, 3 ગંભીર રીતે ઘાયલ.
કરજણ નજીક અકસ્માતમાં 1નું મોત, 3 ગંભીર રીતે ઘાયલ.
Published on: 11th April, 2026

કરજણ તાલુકાના હલદરવા પાસે નેશનલ હાઇવે પર અર્ટિગા કાર ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત થયો. જેમાં એકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, અને ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કર્યું, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા. ડ્રાઈવર આકાશ અનિલ સોલંકી (રહે. સુરત) નું ઘટના સ્થળે મૃત્યુ થયું. કરજણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધ્યો છે.