રાજકોટ આજી ડેમ પાસે ખાણમાં પગ લપસતાં કારખાનેદારનું મોત.
રાજકોટ આજી ડેમ પાસે ખાણમાં પગ લપસતાં કારખાનેદારનું મોત.
Published on: 13th April, 2026

રાજકોટ નજીક આજી ડેમ વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં, ભગવાનને ચડાવેલા ફૂલ પધરાવવા ગયેલા 68 વર્ષીય કારખાનેદારનું ખાણમાં પગ લપસતાં મોત થયું. તેઓ રામનાથ INDUSTRIAL એરિયામાં કારખાનું ધરાવતા હતા અને રવિવારે સવારે આ દુર્ઘટના બની. આજી ડેમ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેમના પરિવારમાં બે દીકરા અને ત્રણ દીકરી છે.