સુરતમાં હોટેલ-રેસ્ટોરન્ટ પર ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી
સુરતમાં હોટેલ-રેસ્ટોરન્ટ પર ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી
Published on: 06th October, 2026

તહેવારોની સિઝન પહેલાં સુરત ફૂડ સેફ્ટી વિભાગે હોટેલ અને રેસ્ટોરન્ટો પર કડક કાર્યવાહી હાથ ધરી છે. સતત પાંચમાં દિવસે થયેલી તપાસમાં 80 સ્થળોએથી 44.5 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે. 32 હોટેલ-રેસ્ટોરન્ટને નોટિસ ફટકારાઈ છે, જ્યારે 25 સ્થળોએથી ખાદ્યચીજોના સેમ્પલ લેવાયા છે. સ્થળ પર જ રૂ. 1,09,700નો દંડ વસૂલવામાં આવ્યો છે. નોટિસમાં સ્વચ્છતા, કિચન અને પાણીની ગુણવત્તા જેવા મુદ્દાઓ પર ભાર મુકાયો છે.