અમદાવાદ મકરબા રેલવે બ્રિજની ડિઝાઇન ખામી
અમદાવાદ મકરબા રેલવે બ્રિજની ડિઝાઇન ખામી
Published on: 06th October, 2026

અમદાવાદના મકરબામાં નવા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનમાં ગંભીર ખામીઓ સામે આવી છે. મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ બાદ, બ્રિજના છેડા પર ટ્રાફિક વ્યવસ્થા અને ચાર રસ્તાની ડિઝાઇનમાં સમસ્યા સર્જાતા વાહનચાલકોને અસુવિધા થઈ રહી છે. ટ્રાફિક જામ અને અવ્યવસ્થાને કારણે મુખ્ય રોડ બંધ કરી ડાયવર્ઝન અપાયું છે. આયોજન સામે પ્રશ્નો ઉઠતાં, AMCએ બ્રિજ ડિઝાઇન કરનાર ‘ડેલ્ફ કન્સલ્ટન્સી’ને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે.