અમદાવાદના દારૂના અડ્ડાનો વિરોધ કરતાં મહિલાઓ પર બૂટલેગરનો જીવલેણ હુમલો
અમદાવાદના દારૂના અડ્ડાનો વિરોધ કરતાં મહિલાઓ પર બૂટલેગરનો જીવલેણ હુમલો
Published on: 13th July, 2026

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના અડ્ડાનો વિરોધ કરતાં સ્થાનિક રહીશો પર બૂટલેગરે પોતાના સાગરીતો સાથે જીવલેણ હુમલો કર્યો. આ ઘટનામાં પુરુષોની સાથે મહિલાઓને પણ બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. સોસાયટીમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના વેપારથી પરેશાન રહીશોએ આ અડ્ડા બંધ કરાવવા માટે મિટિંગ બોલાવી હતી, પરંતુ બૂટલેગર ઉશ્કેરાઈ જતાં મામલો બિચક્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.