આનંદ અને ખેડા જિલ્લામાં GIDC ઔદ્યોગિક પ્લોટની કિંમતમાં મોટો વધારો
આનંદ અને ખેડા જિલ્લામાં GIDC ઔદ્યોગિક પ્લોટની કિંમતમાં મોટો વધારો
Published on: 21st August, 2026

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GIDC) એ ચરોતર વિસ્તારના 15 ઔદ્યોગિક ઝોન પ્લોટની બેઝિક વેલ્યુમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ ભાવ વધારાને કારણે ઔદ્યોગિક શેડની એસેટ વેલ્યુમાં પણ વધારો થયો છે. નડિયાદ ફેસ ટુ કમળામાં પ્રતિ ચોરસ મીટર 5500 રૂપિયાનો ભાવ સૌથી વધુ, જ્યારે બાલાસિનોર GIDC માં 460 રૂપિયાનો ભાવ સૌથી ઓછો નક્કી કરાયો છે. આ વૃદ્ધિ નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગો પર આર્થિક બોજ વધારશે, પરંતુ GIDC ને ટ્રાન્સફર ફી માંથી કરોડોની આવક થશે. MSME ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે લોન અને સબસિડી યોજનાઓની તાતી જરૂરિયાત છે.