અમદાવાદ એરપોર્ટ પર સ્નિફર ડોગે કરોડોના હાઈડ્રોપોનિક ગાંજાની દાણચોરી ઝડપી
અમદાવાદ એરપોર્ટ પર સ્નિફર ડોગે કરોડોના હાઈડ્રોપોનિક ગાંજાની દાણચોરી ઝડપી
Published on: 28th June, 2026

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 10.911 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. ટ્રેઇન્ડ સ્નિફર ડોગની સતર્કતાથી ટ્રોલી બેગની તપાસ કરતાં કપડાં વચ્ચે છુપાવેલા પાંચ વેક્યૂમ-સીલ્ડ પેકેટ મળી આવ્યા હતા. આ હાઈડ્રોપોનિક ગાંજો સામાન્ય ગાંજા કરતાં લગભગ 10 ગણો મોંઘો ગણાય છે. કસ્ટમ્સ વિભાગે NDPS એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી મોબાઈલની કોલ ડિટેઈલ્સના આધારે સમગ્ર રેકેટની તપાસ શરૂ કરી છે.