અમદાવાદમાં સોશિયલ મીડિયાથી દોસ્તી કરી સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો
અમદાવાદમાં સોશિયલ મીડિયાથી દોસ્તી કરી સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો
Published on: 26th August, 2026

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર થયેલી દોસ્તી એક સગીરા માટે ખૂબ જ ભયાવહ સાબિત થઈ. લગભગ 6 મહિના પહેલાં, 21 વર્ષીય ડ્રાઈવર જયદીપ રબારી સગીરાના સંપર્કમાં આવ્યો અને તેને નાના ચિલોડા પાસે આવેલી એક હોટલમાં લઈ જઈ બે વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ સગીરાનો વાંધાજનક વીડિયો પણ ઉતાર્યો હતો અને તેની સગાઈ તૂટી જાય તે માટે તે વીડિયો સગાઈ કરનાર પક્ષને મોકલી આપ્યો હતો.