અમદાવાદની બાપુનગરની સ્કૂલમાં ગાળો બોલવાની ના પાડતાં 3 વિદ્યાર્થિની પર હુમલો
અમદાવાદની બાપુનગરની સ્કૂલમાં ગાળો બોલવાની ના પાડતાં 3 વિદ્યાર્થિની પર હુમલો
Published on: 02nd October, 2026

અમદાવાદના બાપુનગર સ્થિત જીવન સાધના સ્કૂલમાં ધોરણ 11ના એક વિદ્યાર્થીએ ત્રણ વિદ્યાર્થિનીઓ પર હુમલો કર્યો. વિદ્યાર્થી વર્ગખંડમાં ગાળો બોલી રહ્યો હતો, જેને વિદ્યાર્થિનીઓએ અટકાવ્યો. આ બાબતની અદાવત રાખી વિદ્યાર્થીએ શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થિનીઓને માર માર્યો. આસપાસના લોકોએ તેને પકડી શાળાને સોંપ્યો. પોલીસે વિદ્યાર્થીના માતા-પિતાનું કાઉન્સેલિંગ કર્યું. વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવી, શાળાએ તેને લિવિંગ સર્ટિફિકેટ (LC) આપી કાઢી મૂક્યો. DEOએ તપાસના આદેશ આપ્યા છે.