દીકરીના લગ્ન માટે પિતાએ બનાવેલી અદ્ભુત કંકોત્રી
દીકરીના લગ્ન માટે પિતાએ બનાવેલી અદ્ભુત કંકોત્રી
Published on: 21st January, 2026

જયપુરના શિવ જોહરીએ દીકરી શ્રુતિના લગ્નને યાદગાર બનાવવા 3 કિલો ચાંદીથી રૂ. 25 લાખનું કંકોત્રી બનાવી. આ કંકોત્રીમાં 128 ચાંદીના ટુકડાઓનો ઉપયોગ થયો છે, જેમાં દેવી-દેવતાઓની કોતરણી છે. કાર્ડ પર દુલ્હન શ્રુતિ અને વરરાજા હર્ષના નામ છે, અને અંદર પરિવારજનોના નામ કોતરવામાં આવ્યા છે. પિતાએ દીકરીને પેઢીઓ સુધી યાદ રહે તેવી ભેટ આપી.