નેશનલ એવોર્ડ વિજેતા મલયાલમ એક્ટર સલીમ કુમારનું 56 વર્ષની વયે દુઃખદ અવસાન
નેશનલ એવોર્ડ વિજેતા મલયાલમ એક્ટર સલીમ કુમારનું 56 વર્ષની વયે દુઃખદ અવસાન
Published on: 07th June, 2026

મલયાલમ સિનેમાના અત્યંત લોકપ્રિય અને પ્રતિભાશાળી અભિનેતા સલીમ કુમારનું 56 વર્ષની નાની વયે નિધન થયું છે. કોમેડી અને ગંભીર પાત્રોમાં પોતાની અદભૂત અભિનય ક્ષમતાથી દર્શકોના દિલ જીતનાર સલીમ કુમારની તબિયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતી. શનિવારે તબિયત લથડતાં તેમને કોચ્ચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. 'C.I.D. Moosa' અને 'Pulival Kalyanam' જેવી ફિલ્મોમાં તેમના યાદગાર કોમેડી ડાયલોગ્સ આજે પણ લોકપ્રિય છે. 'Adaminte Makan Abu' માટે તેમને નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.