જ્હોન અબ્રાહમે મુંબઈમાં ૮૪ કરોડનો ભવ્ય બંગલો ખરીદ્યો
જ્હોન અબ્રાહમે મુંબઈમાં ૮૪ કરોડનો ભવ્ય બંગલો ખરીદ્યો
Published on: 21st July, 2026

બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમે મુંબઈના બાન્દ્રા પશ્ચિમમાં ૮૪ કરોડ રૂપિયાનો એક ભવ્ય બંગલો ખરીદ્યો છે. સેંટ માર્ટિન રોડ પર સ્થિત આ બંગલાની ખરીદીના દસ્તાવેજોની નોંધણી તાજેતરમાં જ ૧૪ જુલાઈના રોજ કરવામાં આવી હતી. આ સોદા માટે તેણે પાંચ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. હાલ બાન્દ્રામાં અનેક બોલિવૂડ હસ્તીઓ રહે છે, તેથી જ્હોનની આ ખરીદી તેની સફળતા દર્શાવે છે. આ બંગલો ૧૦૧૭.૬૦ ચોરસ મીટરના પ્લોટમાં આવેલો છે અને તેમાં એક આઉટહાઉસ પણ સામેલ છે.