IIT બોમ્બે આત્મહત્યા કેસ: CCTV ફૂટેજમાં મોબાઈલ સાથે દેખાયો સાહિલ, પ્રોફેસરની ટોક બાદ બહાર
IIT બોમ્બે આત્મહત્યા કેસ: CCTV ફૂટેજમાં મોબાઈલ સાથે દેખાયો સાહિલ, પ્રોફેસરની ટોક બાદ બહાર
Published on: 24th September, 2026

IIT બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ કેસમાં પરીક્ષા હોલનું CCTV ફૂટેજ સામે આવ્યું છે. જેમાં સાહિલ પરીક્ષા દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરતો જોવા મળે છે. પ્રોફેસર દુલ્લાએ તેને રોક્યા બાદ, મોબાઇલ અને ઉત્તરવહી સોંપાવી હોલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. તે જ દિવસે સાંજે સાહિલનો મૃતદેહ તેના રૂમમાં મળ્યો હતો. IIT બોમ્બે દ્વારા તપાસ માટે 10 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા થયેલા વિરોધ પ્રદર્શન બાદ સંસ્થાએ કેટલીક માગણીઓ સ્વીકારી છે.