લુણાવાડાના શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માંગ સાથે લૂણેશ્વર મહાદેવને આવેદનપત્ર પાઠવ્યું
લુણાવાડાના શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માંગ સાથે લૂણેશ્વર મહાદેવને આવેદનપત્ર પાઠવ્યું
Published on: 13th August, 2026

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના (NPS) લાગુ કરવાની માંગ સાથે લુણાવાડામાં મહીસાગર જિલ્લા શિક્ષક સંઘના શિક્ષકોએ અનોખી રીતે રજૂઆત કરી. દિવાસાના દિવસે લૂણેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવને આવેદનપત્ર આપી, કર્મચારીઓના હિતમાં NPS લાગુ કરવાની પ્રાર્થના કરી. શિક્ષકોની મુખ્ય પાંચ માંગણીઓ હતી, જેમાં નિવૃત્તિ બાદ સામાજિક સુરક્ષા, પરિવારની આર્થિક સ્થિરતા, મોંઘવારી સામે રક્ષણ, NPSની અનિશ્ચિતતાઓ અને કર્મચારીઓના મનોબળમાં વધારો સામેલ છે.