પરિણીત સુનિલ મહિડાની મુસ્લિમ યુવતી પર દુષ્કર્મ કેસમાં ધરપકડ
પરિણીત સુનિલ મહિડાની મુસ્લિમ યુવતી પર દુષ્કર્મ કેસમાં ધરપકડ
Published on: 02nd October, 2026

વડોદરામાં 15 કરોડની ખંડણી કેસમાં જેલવાસ ભોગવી ચૂકેલા સુનિલ મહિડાની પોલીસે ધરપકડ કરી છે. પરિણીત હોવા છતાં, તેણે 29 વર્ષીય અપરિણીત મુસ્લિમ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી બનતા ગર્ભપાત કરાવ્યો અને ધમકીઓ આપી હતી. ગોત્રી પોલીસે ગુનો નોંધી સુનિલની ધરપકડ કરી કોર્ટમાંથી તા. 3 સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથધરી છે.