વડોદરાના કરજણ નવાબજાર જ્વેલર્સ ચોરીના 3 આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયા
વડોદરાના કરજણ નવાબજાર જ્વેલર્સ ચોરીના 3 આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયા
Published on: 07th October, 2026

વડોદરા ગ્રામ્ય LCBની ટીમે કરજણ નવાબજાર સાડી માર્કેટ વિસ્તારમાં આવેલ નવરત્ન જવેલર્સમાંથી ચાંદીના દાગીનાની ચોરી કરનાર ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા છે. ગત 13-9-26ની મોડી રાત્રે દુકાનની છત તોડી લગભગ 2.5 કિલોગ્રામ ચાંદીના દાગીના અને મૂર્તિઓ, જેની કિંમત આશરે રૂ. 5,75,000 હતી, તેની ચોરી કરવામાં આવી હતી. LCB ટીમે હ્યુમન અને ટેકનિકલ સોર્સિસ આધારે મધ્યપ્રદેશથી આરોપીઓ પુષ્પેન્દ્ર, સુરજ અને રાહુલને દબોચી લીધા છે. તેમની પાસેથી રોકડા રૂ. 1,19,000 અને બે મોબાઈલ ફોન કિં. રૂ. 20,000 મળી કુલ રૂ. 1,39,000 નો મુદ્દામાલ કબજે કરાયો છે.