આર્મી ડ્રેસ પહેરી ખોટું ID બનાવ્યું, રાજસ્થાની ઝબ્બે: દ્વારકામાં નવતર ઠગાઈનો પ્રયાસ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો.
આર્મી ડ્રેસ પહેરી ખોટું ID બનાવ્યું, રાજસ્થાની ઝબ્બે: દ્વારકામાં નવતર ઠગાઈનો પ્રયાસ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો.
Published on: 08th April, 2026

દ્વારકામાં આર્મીનો ડ્રેસ પહેરી ખોટું ID બનાવનાર રાજસ્થાની શખસ પકડાયો. આરોપી ડોગ્રા રેજીમેન્ટનું ખોટું આઇડી કાર્ડ બતાવી છેતરપિંડી કરતો હતો. પોલીસે તેની ધરપકડ કરી છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન હોટલ નજીક આર્મીના યુનિફોર્મમાં શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરાઈ. જેમાં તેણે ડોગ્રા રેજીમેન્ટનું ID બતાવ્યું હતું, જે ખોટું હોવાનું બહાર આવ્યું. પોલીસે તેની પાસેથી યુનિફોર્મ, ID અને મોબાઇલ જપ્ત કર્યા. લોકોએ આવા વેશધારીથી સાવધાન રહેવું.