રેલવે સ્ટેશનના VIP રૂમમાં માંકડ, મેજિસ્ટ્રેટે DRMને ફટકારી નોટિસ
રેલવે સ્ટેશનના VIP રૂમમાં માંકડ, મેજિસ્ટ્રેટે DRMને ફટકારી નોટિસ
Published on: 23rd September, 2026

મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવેના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે નાંદેડ ડિવિઝનના DRMને VIP વેઇટિંગ રૂમમાં મુકેલા સોફા પર માંકડ મળવાને લઈને નોટિસ પાઠવી છે. મેજિસ્ટ્રેટે સોફા બદલવા અને પેસ્ટ કંટ્રોલ કરવા માટે આદેશ આપ્યો હોવા છતાં તેનું પાલન કરવામાં આવ્યું નહોતું. 20 મે 2026ના રોજ આપેલા આદેશનો અમલ ન થતાં આ નોટિસ ફટકારવામાં આવી છે. આ સ્થિતિ હાઈકોર્ટના જજો માટે અત્યંત અયોગ્ય ગણાવવામાં આવી છે. DRMને 30 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહી ખુલાસો આપવાનો આદેશ અપાયો છે.