સરકારી દસ્તાવેજોના અભાવે ટેન્સાઇલ સ્ટીલ કંપનીના ગુનાહિત કેસમાં પોલીસ તપાસ અટકી
સરકારી દસ્તાવેજોના અભાવે ટેન્સાઇલ સ્ટીલ કંપનીના ગુનાહિત કેસમાં પોલીસ તપાસ અટકી
Published on: 22nd June, 2026

વડોદરાની ટેન્સાઇલ સ્ટીલ કંપનીના વિવાદમાં ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. ગુનાની તપાસ માટે દસ્તાવેજો અત્યંત જરૂરી હોવાથી પોલીસે વિવિધ સરકારી વિભાગો પાસેથી દસ્તાવેજોની માંગણી કરી હતી. જોકે, આ દસ્તાવેજો હજુ પ્રાપ્ત ન થતા પોલીસની તપાસ પ્રગતિ રૂંધાઈ છે. આ મામલે બોગસ લીઝ ડીડના આધારે ૧૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.