હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
Published on: 14th October, 2026

હિંમતનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે નગરપાલિકા અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સંયુક્ત ડ્રાઈવ હાથ ધરાઈ. આ દરમિયાન શહેરમાં છ સ્થળોએ તપાસ કરીને અંદાજે 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી 9500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. હિંમતનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના પ્રયાસરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.