અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર સ્વિફ્ટ કારે પાર્ક કરેલા ચાર વાહનોને ટક્કર મારતાં ભારે નુકસાન
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર સ્વિફ્ટ કારે પાર્ક કરેલા ચાર વાહનોને ટક્કર મારતાં ભારે નુકસાન
Published on: 05th October, 2026

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો, જેમાં એક સ્વિફ્ટ કારે સર્વિસ રોડ પર પાર્ક કરેલા ત્રણ મોંઘાદાટ વાહનો અને એક બાઈકને અડફેટે લીધા. પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતાં આ અકસ્માત થયો. ઘટનામાં તમામ વાહનોને ભારે નુકસાન થયું છે. કાર ચાલક હિમાંશુની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઇસ્કોન બ્રિજ નજીક વારંવાર થતા અકસ્માતો અને રોડ ડિઝાઇન પર પણ સવાલો ઉઠી રહ્યા છે.