ગુજરાત ATSના ખુલાસા: ઝડપાયેલા આતંકીઓને પોલીસથી બચવાની વિશેષ તાલીમ અપાઈ
ગુજરાત ATSના ખુલાસા: ઝડપાયેલા આતંકીઓને પોલીસથી બચવાની વિશેષ તાલીમ અપાઈ
Published on: 21st July, 2026

ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) દ્વારા જૈશ-એ-મોહમ્મદના 13 આતંકવાદીઓની ધરપકડ બાદ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ આતંકવાદીઓને પોલીસ કે તપાસ એજન્સીઓ દ્વારા પકડાઈ જવાય તો શું કરવું, કેવી વાત કરવી અને પોતાની જાતને નિર્દોષ કેવી રીતે સાબિત કરવી તેની ખાસ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમને કારણે ATSને પૂછપરછમાં મુશ્કેલી પડી રહી છે. તેમણે 8 વખત બ્લાસ્ટનું ટેસ્ટિંગ કર્યું હતું અને ગુપ્ત એપ્સનો ઉપયોગ કરતા હતા. મસૂદ અઝહરના પુસ્તકોથી તેમનું બ્રેઈનવોશ કરાયું હતું અને સ્થાનિક શંકાસ્પદો સાથે પણ તેમના સંબંધો બહાર આવ્યા છે.