ચાણસ્મા નજીક ડમ્પર પાછળ કાર ઘુસી જતા 35 વર્ષીય યુવકનું મોત
ચાણસ્મા નજીક ડમ્પર પાછળ કાર ઘુસી જતા 35 વર્ષીય યુવકનું મોત
Published on: 14th October, 2026

ચાણસ્મા-મહેસાણા હાઇવે પર ધાણોધરડા ગામ પાસે ડમ્પર પાછળ કાર ઘુસી જતાં 35 વર્ષીય હિતેન્દ્રસિંહ વાઘેલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. યુવક પોતાની દીકરીની દવા લઈને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતાં કાર ડમ્પર સાથે અથડાઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.