વસ્તી ગણતરીનો સ્ટાફ બની બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડયો
વસ્તી ગણતરીનો સ્ટાફ બની બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડયો
Published on: 22nd June, 2026

વડોદરાના પાદરામાં .તા ૨૧ છેલ્લા બે વર્ષથી દારૃના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ વસ્તી ગણતરીનો સ્ટાફ બની હતી અને આખરે આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડયો હતો. પાદરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૪માં દારૃનો ગુનો નોંધાયો હતો જેમાં આરોપી સુરેન્દ્રગીરી ગોરધનગીરી ગોસ્વામી (રહે.રાજીવ મંગરા પુંજલા, જોધપુર,રાજસ્થાન)નું નામ ખૂલ્યા બાદ છેલ્લા બે વર્ષથી પોલીસ પકડથી દૂર  હતો. પાદરા પોલીસે તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.