નારોલમાં જૂની અદાવતમાં 23 વર્ષીય યુવકનું અપહરણ
નારોલમાં જૂની અદાવતમાં 23 વર્ષીય યુવકનું અપહરણ
Published on: 13th October, 2026

અમદાવાદના નારોલ વિસ્તારમાં પીપળજ રોડ પર જૂની અદાવત રાખી ચાર શખસોએ 23 વર્ષીય યુવકનું ભંગારના કારખાનામાંથી અપહરણ કર્યું. આરોપીઓએ ચાલુ રિક્ષામાં યુવકના માથામાં છરી અને શરીરે લોખંડના પંચના ઘા માર્યા. બાદમાં અવાવરૂ સ્થળે લઈ જઈ જમણા પગે કુહાડીના ઊંધા ઘા મારી ફ્રેક્ચર કર્યું. ગંભીર ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.