Ahmedabad: મેઘાણીનગરમાં એએમસીના આસી. એન્જિ.ને ચાર શખ્સોએ ધમકી આપી
Published on: 07th July, 2025
ગાંધીનગરના મુબારકપુર ગામના ધર્મેન્દ્ર પટેલ AMC માં આસિ. ઇજનેર તરીકે નોકરી કરે છે. 3 જુલાઈએ, અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને અનિકેત બાલુ નામની વ્યક્તિએ ચાલીમાં ટોરેન્ટ પાવરના માણસો દ્વારા ડ્રેનેજ પાઇપ તોડી નાખવાની ફરિયાદ કરી. ધર્મેન્દ્રભાઇએ જણાવ્યું કે AMC દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નથી અને ટોરેન્ટ પાવર દ્વારા મંજૂરી લેવામાં આવી નથી. 5 જુલાઈએ ફરીથી ફોન આવ્યો, પરંતુ ધર્મેન્દ્રભાઇએ ઉપાડ્યો નહીં. બીજા દિવસે અનિકેત ત્રણ શખ્સો સાથે ઓફિસમાં આવીને ગાળો બોલી અને મારવાની ધમકી આપી. ધર્મેન્દ્રભાઇએ ચારેય શખ્સો સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Published on: July 07, 2025
Published on: 30th July, 2025