Pardiમાં યુવકના મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું, હાઇવે પર પડેલા ખાડાઓનું સમારકામ શરૂ
Pardiમાં યુવકના મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું, હાઇવે પર પડેલા ખાડાઓનું સમારકામ શરૂ
Published on: 08th July, 2025

વલસાડના પારડીમાં યુવકના મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું. NHAI દ્વારા હાઇવે પરના ખાડાઓનું સમારકામ હાથ ધરાયું છે, જે યુવકના મોતનું કારણ બન્યા હતા. ખાડાના કારણે બાઈક ચાલકના મોતથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને હોબાળો થયો હતો. લોકોએ હાઇવે પરના ખાડાઓને કારણે સર્જાતા અકસ્માતોનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. અગાઉ પણ ખાડાઓને કારણે અકસ્માતનો ભોગ બનેલા લોકોએ પણ રોષ ઠાલવ્યો હતો.