સેવિંગ્સ એકાઉન્ટમાં રોકડ જમા કરાવવાના નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં રોકડ જમા કરાવવાના નિયમો
Published on: 16th August, 2026

સેવિંગ્સ એકાઉન્ટમાં નાણાકીય વર્ષ દરમિયાન 10 લાખ રૂપિયાથી વધુ રોકડ જમા કરાવવા પર બેંકો આવકવેરા વિભાગને જાણ કરે છે. આ નિયમ ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓને રોકવા માટે છે. જો તમે આ મર્યાદા પાર કરો છો, તો તમને સીધી ટેક્સ નોટિસ નહીં મળે, પરંતુ પૈસાના સ્ત્રોત સંબંધિત દસ્તાવેજો માંગવામાં આવી શકે છે. 50,000 રૂપિયાથી વધુ જમા કરાવવા પર PAN ફરજિયાત છે. 2 લાખથી વધુ રોકડ સ્વીકારવા પર પ્રતિબંધ છે. મોટા વ્યવહારોનો રેકોર્ડ અને પુરાવા સાચવવા સલાહભર્યું છે.