પેટ્રોલ, ડીઝલ અને ATF પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો
પેટ્રોલ, ડીઝલ અને ATF પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો
Published on: 15th August, 2026

કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે, જે શનિવારથી લાગુ. પેટ્રોલ નિકાસ પર ડ્યુટી શૂન્ય કરવામાં આવી છે. ડીઝલ પર પ્રતિ લીટર 1.5 રૂપિયાનો ઘટાડો કરી 24 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે ATF પર પ્રતિ લીટર 22 રૂપિયાથી ઘટાડી 19.5 રૂપિયા કરાયો છે. આ ઘટાડાની સીધી અસર પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવો પર નહીં પડે, કારણ કે આ ટેક્સ માત્ર ઓઇલ નિકાસ કરતી કંપનીઓ પર લાગુ પડે છે, તેથી ફક્ત તેમને જ રાહત મળશે.