ઓગસ્ટમાં ઈ-વ્હીકલ્સના રિટેલ વેચાણમાં ૫૩% નો નોંધપાત્ર વધારો
ઓગસ્ટમાં ઈ-વ્હીકલ્સના રિટેલ વેચાણમાં ૫૩% નો નોંધપાત્ર વધારો
Published on: 09th September, 2026

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (FADA)ના ડેટા અનુસાર, ઓગસ્ટ મહિનામાં ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૫૩% નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે કુલ ૨,૯૮,૪૪૮ યુનિટ્સ સુધી પહોંચ્યું છે. આ વૃદ્ધિમાં ઈ-ટુ વ્હીલર્સનો મોટો ફાળો રહ્યો છે, જે ૬૭% વધીને ૧,૮૩,૨૦૪ યુનિટ્સ પર પહોંચ્યા છે. ઈ-પેસેન્જર વાહનો અને ઈ-થ્રી વ્હીલર્સના વેચાણમાં પણ અનુક્રમે ૩૦,૬૯૬ અને ૭૯,૮૪૬ યુનિટ્સ સાથે વૃદ્ધિ જોવા મળી છે. ઓગસ્ટમાં ઈ-વાહનોનો કુલ વાહન વેચાણમાં હિસ્સો વધીને ૧૨.૩૦% થયો છે, જે ગયા વર્ષના ૯.૫૦% કરતાં વધુ છે.