LPG e-KYC ની ડેડલાઈન લંબાવાઈ
LPG e-KYC ની ડેડલાઈન લંબાવાઈ
Published on: 17th August, 2026

LPG ગ્રાહકો માટે ખુશીના સમાચાર છે, કારણ કે આધાર આધારિત LPG e-KYC ની અંતિમ તારીખ 23 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ ડેડલાઈન 16 ઓગસ્ટ, 2026 હતી. જે ગ્રાહકોએ હજુ સુધી e-KYC પૂર્ણ કર્યું નથી, તેમને તેમના ગેસ કનેક્શન સસ્પેન્ડ થવાની ચિંતા કરવાની જરૂર નથી. જોકે, સમયસર KYC પૂર્ણ ન કરવાથી LPG સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી આવી શકે છે અને સિલિન્ડર ઘરેલુ દરે ઉપલબ્ધ નહીં થાય. e-KYC હવે ઇન્ડેન ઓઇલ વન, હેલો BPCL, અને HP પે જેવી એપ્લિકેશન્સ દ્વારા ઓનલાઈન પણ થઈ શકે છે.