ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, આ સરકારી બેન્ક બની જશે પ્રાઈવેટ!
ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, આ સરકારી બેન્ક બની જશે પ્રાઈવેટ!
Published on: 09th September, 2026

IDBI Bank ના ખાનગીકરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. સરકાર અને LIC પોતાનો 60.72% હિસ્સો વેચશે. કેનેડા સ્થિત Fairfax Financial Holdings આ સોદામાં સૌથી આગળ છે, જેણે ₹53,000 કરોડના મૂલ્યાંકન સાથે સુધારેલી દરખાસ્ત રજૂ કરી છે. 2021 થી ચાલી રહેલી આ પ્રક્રિયામાં નિયમનકારી વિલંબ અને બોલીઓમાં વધઘટ જોવા મળી હતી. સરકાર હવે આ સોદાની સત્તાવાર જાહેરાત કરવા માટે યોગ્ય સમયની શોધ કરી રહી છે.