ખાંડના ભાવમાં ઘટાડાની આશા, રિફાઇનરીઓ વેચશે અઢી લાખ ટન સ્ટોક
ખાંડના ભાવમાં ઘટાડાની આશા, રિફાઇનરીઓ વેચશે અઢી લાખ ટન સ્ટોક
Published on: 09th September, 2026

તહેવારોની સિઝનમાં ખાંડના ભાવ વધતાં લોકોની ચિંતા વધી હતી, પરંતુ હવે સરકાર અને ખાંડ રિફાઇનરીઓ મળીને લોકોને રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય રિફાઇનરીઓ સ્થાનિક બજારમાં લગભગ અઢી લાખ (2.5 Lakh) ટન ખાંડ વેચવાની યોજના બનાવી રહી છે. આ સ્ટોક બજારમાં આવ્યા બાદ ખાંડના ભાવ નિયંત્રણમાં રહેવાની આશા છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોની સિઝનમાં મોંઘી ખાંડનો બોજ ઘટાડવાનો છે. તાજેતરમાં, ખાંડના સરેરાશ છૂટક ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ જથ્થાબંધ ભાવ ઘટ્યા હોવા છતાં ગ્રાહકોને હજુ પૂરો લાભ મળ્યો નથી. આ નવા સ્ટોકથી ભાવમાં વધુ ઘટાડાની અપેક્ષા છે.