સોના-ચાંદી અને પ્લેટીનમમાં તેજી, ક્રૂડ ઓઈલમાં ભાવ ઘટ્યા
સોના-ચાંદી અને પ્લેટીનમમાં તેજી, ક્રૂડ ઓઈલમાં ભાવ ઘટ્યા
Published on: 10th October, 2026

મુંબઈ અને અમદાવાદ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ વધતા ઈમ્પોર્ટ કોસ્ટમાં વધારો થયો છે. અમદાવાદમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૩૦૦ અને ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ વધ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૪૨૦૭ ડોલર સુધી પહોંચ્યા હતા. બીજી તરફ, અમેરિકામાં નવેમ્બરની મિડટર્મ ચૂંટણીઓ સુધી ટ્રમ્પ ઈરાન પર હુમલા નહીં કરે તેવી અપેક્ષાએ ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ ૧૦૨.૩૩ ડોલર અને યુએસ ક્રૂડ ૯૦.૦૧ ડોલર રહ્યા હતા. મુંબઈમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮૦૦ વધી રૂ.૬૧૨૮૭ થયા હતા.